કચ્છના ગાંધીધામ માં ટ્રાફિક ડ્રાઇવ – 130 વાહનો સામે કાર્યવાહી, ₹55,200 દંડ વસૂલ
Views: 88
0 0
Read Time:1 Minute, 16 Second

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ સદ્દામ સૈયદ ગાંધીધામ:
ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા તા. 04/04/2026ના રોજ શહેર વિસ્તારમાં વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહનો, ત્રણ સવારી અને લાઇસન્સ વગર વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી.
પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ, આ કામગીરી દરમિયાન કુલ 130 વાહનો સામે ઈ-ચલાન નોંધાયા હતા અને રૂ. 55,200નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સાથે જ 28 જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ ડ્રાઇવ વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સિટી ટ્રાફિક સ્ટાફ દ્વારા હાથ ધરાઈ હતી. પોલીસએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આવું અભિયાન આગલા દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *