હળવદમાં જમીન વિવાદ ઉગ્ર: જેસીબીનો ફોટો પાડતાં ખેડૂત પર હુમલો, જાનથી મારવાની ધમકી
Views: 77
0 0
Read Time:1 Minute, 27 Second

રિપોર્ટ: સંજય નંદેસરિયા

હળવદના કૃષ્ણનગર વિસ્તારમાં જમીન મામલે વિવાદ ઉગ્ર બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ખેતીકામ કરતા અશ્વિનભાઈ અમરશીભાઈ સોનગ્રા (ઉ.વ. 50)એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાના ખેતરે ગયા હતા ત્યારે આરોપી મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડીના હિસ્સામાં જેસીબી દ્વારા કામ ચાલી રહ્યું હતું.


ફરિયાદી દ્વારા જેસીબીનો ફોટો પાડવામાં આવતા આરોપીઓને એ ન ગમતાં તેઓએ ગાળો આપી ઝઘડો કર્યો હતો. ફરિયાદ મુજબ, આરોપીઓએ ફરીયાદીને પકડીને મારપીટ પણ કરી હતી. ત્યારબાદ ફરિયાદી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચારેય આરોપીઓએ કોર્ટમાં ચાલી રહેલો કેસ પાછો ખેંચવા દબાણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે અશ્વિનભાઈએ મેહુલભાઈ ઈશ્વરભાઈ દલવાડી, જયદિપભાઈ રતિલાલ સોનગ્રા, મેહુલભાઈની પત્ની અને સવજીભાઈ છગનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *