યુનિફોર્મ સિવિલ કોડ વિરુદ્ધ કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ વિરોધ
Views 236

રિપોર્ટ-.રફીક જે. દિવાન તારાપુર આણંદ: તા. ૦૩/૦૪/૨૦૨૬, શુક્રવારના રોજ ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને જમીયતે ઉલ્મા એ હિન્દ ગુજરાત દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિરુદ્ધ પ્રતિકાત્મક રીતે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સભ્યો અને કાર્યકરોએ જમણા હાથે કાળી પટ્ટી બાંધી પોતાના અસંતોષને વ્યક્ત કર્યો હતો. વિરોધકારીઓનું માનવું છે કે રાજ્ય સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો વિધાનસભામાં પાસ કરાયો છે, જે કેટલાક વર્ગોના અધિકારો અને બંધારણીય સ્વતંત્રતાને અસર કરી શકે છે. આ મુદ્દે પોતાની વાત સરકાર સુધી પહોંચે તે માટે શાંતિપૂર્ણ અને લોકશાહી પદ્ધતિથી વિરોધ નોંધાવવો જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.આ પ્રસંગે આગેવાનો દ્વારા એકતા જાળવીને ન્યાય અને અધિકાર માટે અવાજ ઉઠાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ તમામ લોકોને શાંતિપૂર્ણ રીતે પોતાના હકો માટે સજાગ રહેવા અપીલ કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!