શ્રદ્ધા અને ભક્તિનો મહાસાગર: મોરબીમાં હનુમાન જયંતી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો
Views 48

મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં શેરી નંબર ચાર ખાતે આવેલ આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન શ્રી શક્તિ હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવ ભવ્ય અને ભાવપૂર્વક ઉજવાયો હતો. શ્રી શક્તિ પ્લોટ મિત્ર મંડળના આયોજન હેઠળ અને આસપાસના એપાર્ટમેન્ટવાસીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. બેન્ડવાજાની રમઝટ સાથે ઉજવણીને રંગત મળી હતી અને કેક કટીંગ દ્વારા અનોખી રીતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ હનુમાનજીનું વિધિવત પૂજન-અર્ચન, ધૂન અને ભજન સાથે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક આરાધના કરી હતી. મહોત્સવ દરમિયાન મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આ ઉપરાંત બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી ધાર્મિક અને સામાજિક એકતાનું સુંદર દૃશ્ય સર્જાયું હતું. મોરબી શહેરના વિવિધ હનુમાન મંદિરો જેમ કે મણીધર હનુમાન, ચકીયા હનુમાન, રોકડિયા હનુમાન, કષ્ટભંજન હનુમાન, પંચમુખી હનુમાન,

અયોધ્યાપુરી મંદિર, સંકટ મોચન હનુમાન (એસ.પી. રોડ) તેમજ અંબિકા રોડ હનુમાન મંદિર ખાતે પણ હનુમાન જયંતી નિમિત્તે હવન, ધૂન, ભજન અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ રીતે મોરબી શહેરમાં હનુમાન જયંતી નિમિત્તે સર્વત્ર ભક્તિનો માહોલ છવાયો હતો અને ભક્તોએ શ્રદ્ધા, ભક્તિ અને એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!