બાગાયત ક્ષેત્રે નવી તકો: સરકારશ્રીની 2026-27 સહાય યોજનાઓ માટે અરજી શરૂ
Views 61

ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે ખેડુતોને પ્રોત્સાહન આપવા અનેક સહાયલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ કૃષિ આધુનિકીકરણ, ઉત્પાદન વધારવું અને ખેડુતોની આવકમાં વધારો કરવાનો છે. આ અંતર્ગત કૃષિ યાંત્રિકરણ, પ્રોસેસિંગ સાધનો, ઔષધિય અને સુગંધિત પાકો માટે નવા ડિસ્ટીલેશન યુનિટ, તેમજ બાગાયત પેદાશોના પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ માટે વિવિધ સાધનો પર સહાય આપવામાં આવશે. તેમાં પેકિંગ મટીરીયલ્સ, વજન કાંટા અને પ્લાસ્ટિક ક્રેટ્સ જેવી જરૂરી સુવિધાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને દેવીપુજક ખેડુતો માટે તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ, ટીસ્યુ કલ્ચર ખારેક, સરગવો અને વેલાવાળા શાકભાજી માટે પ્લાન્ટિંગ મટીરીયલમાં સહાય જેવી યોજનાઓ ખૂબ લાભદાયી છે.

આ સાથે ડ્રેગનફ્રૂટ (કમલમ ફળ), આંબા, જામફળ, કેળ (ટીસ્યુ), પપૈયા જેવા ફળપાકોની ઉત્પાદકતા વધારવા ખાસ કાર્યક્રમો પણ સામેલ છે. જૂના બગીચાઓના નવસર્જન, બાગાયતી નર્સરી વિકાસ, ખેતર પર ગ્રેડીંગ-સોર્ટિંગ-પેકિંગ યુનિટ સ્થાપવા સહાય અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન જેવા પગલાં ખેડુતો માટે નવી દિશા આપશે. ખેડુતો તા. 26 એપ્રિલ 2026 સુધી i-ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરી શકશે. નોંધણી કર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવી જરૂરી છે. અરજીની પ્રિન્ટ ખેડુતોએ પોતાની પાસે રાખવાની રહેશે અને મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે જરૂરી દસ્તાવેજો સાથે મોરબી જિલ્લા નાયબ બાગાયત નિયામક કચેરીમાં રજૂ કરવાના રહેશે.આ યોજનાઓ ખેડુતો માટે આવક વધારવા, આધુનિક ટેકનોલોજી અપનાવવા અને બાગાયત ક્ષેત્રે પ્રગતિ માટે સુવર્ણ તક સમાન છે. સરકારશ્રીની આ પહેલથી ખેડૂતો વધુ આત્મનિર્ભર બનશે અને કૃષિ ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!