આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું: ખેડૂત મિત્રો માટે સહાય યોજનાઓનો સોનેરી અવસર
Views 36

ગુજરાત સરકારના ખેતીવાડી ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ ખેડૂતોએ સરળતાથી મેળવી શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ તા. ૨૭/૦૩/૨૦૨૬ થી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પહેલ ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.આ યોજનાઓ હેઠળ કુલ ૪૨ વિવિધ ઘટકો માટે સહાય આપવામાં આવશે. જેમાં કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો, પ્લાઉ, પાવર ટીલર જેવા આધુનિક ખેત ઓજારોનો સમાવેશ થાય છે. ઉપરાંત તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ માટે ગોડાઉન, માલ વાહક વાહન, પમ્પ સેટ્સ તથા સ્માર્ટફોન ખરીદી પર પણ સહાય ઉપલબ્ધ રહેશે.

ખાસ નોંધનીય વાત એ છે કે, આ વર્ષે પોર્ટલ પર નોંધણી કરાવનાર દરેક ખેડૂતને આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. ખેડૂત મિત્રો પોતાના આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મળતા OTP દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિથી સરળતાથી ઓથેન્ટિકેશન કરી શકશે.આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ થયા બાદ, ખેડૂતોએ પોતાની પસંદગીના ઘટક માટે જરૂરી વિગતો ભરી ઓનલાઈન અરજી કરવાની રહેશે. નોંધણી કરાવી ચૂકેલા તેમજ હજુ નોંધણી બાકી હોય તેવા તમામ ખેડૂતોએ સમયમર્યાદામાં અરજી કરી લેવી અનિવાર્ય છે. જિલ્લા ખેતીવાડી અધિકારી મોરબી દ્વારા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ આધુનિક સાધનો અને ટેકનોલોજી અપનાવી પોતાની ખેતીને વધુ ઉત્પાદનક્ષમ અને નફાકારક બનાવે. ખેડૂત સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું — હવે તક ચૂકી ના જશો!

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!