મોરબીના શાહિદ સોયબભાઈ કચ્છી: નાનપણમાં જ ઈબાદતનો ઉત્સાહ પ્રેરણાદાયી
Views 75

પવિત્ર રમજાન માસ ઈમાન, સહનશીલતા અને ઈબાદતનો મહિનો ગણાય છે. આ પવિત્ર અવસરે મોરબીના માત્ર દસ વર્ષની ઉંમરના શાહિદ સોયબભાઈ કચ્છી એ સમગ્ર મહિના દરમિયાન રોજા રાખી અને ખુદાની બંદગીમાં પોતાને સમર્પિત કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.નાનપણમાં જ્યાં બાળકો રમવા અને મોજમસ્તીમાં વ્યસ્ત રહેતા હોય છે, ત્યાં શાહિદે રોજા રાખવાની સાથે સાથે નિયમિત રીતે તરાવીહ નમાજ પણ અદા કરી છે. તેમના આ સંકલ્પ અને શ્રદ્ધા માત્ર તેમના પરિવાર માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું સ્ત્રોત બની છે.


રમજાન માસમાં રોજા રાખવો એ માત્ર ભૂખ અને તરસ સહન કરવાનો જ વિષય નથી, પરંતુ તે આત્મશુદ્ધિ, સંયમ અને ખુદાની નજીક જવાનો માર્ગ છે. શાહિદ જેવા નાનકડા બાળક દ્વારા આ પ્રકારની ઈબાદત સમાજમાં ધાર્મિક ભાવના અને સંસ્કારોને મજબૂત બનાવે છે.
આવો સકારાત્મક પ્રયાસ અન્ય બાળકો માટે પણ પ્રેરણારૂપ બને અને સમાજમાં સદાચાર, શિસ્ત અને ઈમાનદારીના મૂલ્યોનો વિકાસ થાય તેવા સંદેશ સાથે શાહિદને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!