ભાવનગર ખાતે 13મી સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
Views: 164
0 0
Read Time:1 Minute, 34 Second

ઇન્ટરનેશનલ કરાટે સંસ્થા કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઈન્ડિયા, ભાવનગર દ્વારા સ્પોર્ટ કોમ્પલેક્ષ સિદસર ખાતે 13મી સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ભાવનગર ઉપરાંત અમદાવાદ,

રાજકોટ, જૂનાગઢ, બોટાદ જેવા અલગ અલગ જિલ્લા માં થી 511 જેટલા કરાટેકાઓએ ભાગ લીધેલ. વિદ્યાર્થીઓએ આ ટુર્નામેન્ટ માં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલ અને ખૂબ સારો દેખાવ કરેલ. દરેક વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.

આ સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં ભાવનગર શહેરના DY. SP રણજીતસિંહ સિંગલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાના સંચાલકો પ્રિન્સિપાલ, શિક્ષકો, ડોક્ટર, ઉદ્યોગપતિઓએ વિશેષ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ આયોજનને સફળ બનાવા સંસ્થાના ઈન્ડિયા ખાતેના ચીફ ઇન્સ્ટ્રક્ટર શિહાન પ્રદીપ પારેખ તેમજ બ્લેક બેલ્ટ ઇન્સ્ટ્રક્ટર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *