મોરબી જલારામ ધામમાં વિનામૂલ્યે નેત્રમણી કેમ્પ: ૧૯૮ દર્દીઓને લાભ, ૧૨૪ને ઓપરેશન માટે રાજકોટ રવાના
Views 159

મોરબી: સમાજ સેવા અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરતા મોરબીના શ્રી જલારામ ધામ ખાતે દર મહિને યોજાતા વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દ્વારા અનેક લોકોને નવી દ્રષ્ટિ મળી રહી છે. તા. ૪ માર્ચ ૨૦૨૬ના રોજ અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી યોજાયેલા કેમ્પમાં કુલ ૧૯૮ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી ૧૨૪ દર્દીઓને વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા.


સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે દર મહિને અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે આ કેમ્પ યોજાઈ રહ્યો છે. સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન યોજાયેલા કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની આંખોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.
હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા તથા તબીબી ટીમના હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે શ્રેષ્ઠ ગુણવત્તાવાળું નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે.


ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા-જમવાની સુવિધા, ચા-નાસ્તો, ચશ્મા તથા આંખના ટીપાં સહિતની તમામ વ્યવસ્થા સંસ્થા દ્વારા નિઃશુલ્ક કરવામાં આવે છે.અત્રે નોંધનીય છે કે છેલ્લા ૫૩ મહિનામાં યોજાયેલા ૫૩ કેમ્પોમાં કુલ ૧૫,૦૩૮ લોકોએ લાભ લીધો હતો અને ૬,૮૪૮ લોકોને વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે. તાજેતરના કેમ્પ સાથે કુલ ૫૪ કેમ્પોમાં ૧૫,૨૩૬ લોકોનું નિદાન થયું છે.કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કિશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દિનેશભાઈ સોલંકી અને નરશીભાઈ રાઠોડ સહિતના આગેવાનો તથા શ્રી જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહિલા મંડળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના જણાવ્યા મુજબ દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકિંગ જરૂરી નથી, પરંતુ તપાસ માટે દર્દીએ આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫) અને અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬) પર સંપર્ક કરી શકાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!