ભાવનગરની ઘાંચીવાડ મસ્જીદમાં ઇમાનની મહેક: ખત્મે કુર્આન સાથે ૩૫ ખુશનસીબો માટે ઉમરાહ હજનો પવિત્ર ડ્રો
Views 153

જાહીદ ખોલીયા ભાવનગર: ભાવનગર શહેરની ઘાંચીવાડ મસ્જીદ ખાતે ઘાંચીવાડ ખિદમતે ખલ્ક કમીટી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ખત્મે કુર્આન, જમ્ને ગ્યારવી શરીફ અને ૩૫ ખુશનસીબો માટે ઉમરાહ હજના ડ્રો સહિતના આધ્યાત્મિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા. ડ્રોમાં જેમના નામ જાહેર થયા છે તેમને સંસ્થા અને સખીદાતાઓ દ્વારા મળેલ લિલ્લાહ રકમમાંથી ઉમરાહ હજ માટે મોકલવામાં આવશે. આ પવિત્ર પહેલથી સમાજમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.કાર્યક્રમમાં મુફ્તી સલમાન મુસ્તફાઇ, સૈયદ મોમીન અકબરબાપુ કાદરી (અમીપરા મસ્જીદ), સૈયદ વસીમઅહેમદ અશરફી (જુમ્મા મસ્જીદ), મૌલાના ઈસ્હાકસાહેબ નઝમી (ઘાંચીવાડ મસ્જીદ), મુફતી ફુરકાન કાલ્વા સહિત અનેક આલીમ સાહેબો, મૌલાના સાહેબો અને નાતખ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. ઈમાન અફરોઝ તકરીર, નાતશરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆઓ દ્વારા સમગ્ર વાતાવરણ રૂહાની બની ગયું હતું.


આ વર્ષે ઉમરાહ હજના ડ્રોમાં શહેરની જુદી જુદી મસ્જીદોના ૬ આલીમ સાહેબો, ૮ સૈયદ સાદાતો, ૩ મોઝીન અને ૧૯ નમાઝી ભાઈઓના નામ જાહેર થયા હતા. ટૂંક સમયમાં તમામ ખુશનસીબોને ઉમરાહ હજ માટે રવાના કરવામાં આવશે.પ્રાસંગિક ઉદ્દબોધનમાં આલીમ સાહેબોએ પવિત્ર કુર્આન શરીફનું મહત્વ સમજાવી બાળકોને દુન્યવી શિક્ષણ સાથે દિની તાલીમ આપવાનો અનુરોધ કર્યો હતો. સાથે જ સમાજને નેક ઇન્સાન અને પાક્કા નમાઝી બનવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે સલાતો સલામ, સામૂહિક દુઆ અને ન્યાઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ઘાંચીવાડ ખિદમતે ખલ્ક કમીટીના આગેવાનો અને કાર્યકરોએ પ્રશંસનીય મહેનત ઉઠાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!