જસદણની સફીયાબેન: આત્મનિર્ભર દીકરીનો ગૌરવસભર ઉદય, મહિલા સશક્તિકરણનું જીવંત પ્રતિક
Views 75

જસદણ નિવાસી સલીમશા અહેમદશા પઠાણની સુપુત્રી સફીયાબેન બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામી વડોદરા તાલીમ કેન્દ્ર ખાતે હાજર થતા સમગ્ર સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. આ સિદ્ધિ માત્ર નોકરી સુધી મર્યાદિત નથી, પરંતુ મહિલા સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.આજના સમયમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહી છે.

“દીકરી-દીકરા એક સમાન” વિચારને સાચા અર્થમાં સાકાર કરતી સફીયાબેનની આ સફળતા ફકીર/દિવાન સમાજ સહિત સમગ્ર મુસ્લિમ સમાજ માટે ગૌરવની ક્ષણ બની છે.સગા-સંબંધીઓ રૂબરૂ શુભેચ્છા પાઠવી રહ્યા છે, જ્યારે સોશિયલ મીડિયા મારફતે સમાજ ચિંતકો અને મહિલા સંગઠનો દ્વારા અભિનંદનનો વર્ષા વરસી રહ્યો છે.

અનેક પ્રેરણાદાયી સંદેશાઓ સાથે આ સફળતાને સમાજમાં બદલાવ અને પ્રગતિનું પ્રતિક ગણાવવામાં આવી રહ્યું છે.વડોદરા તાલીમ કેન્દ્રમાં હાજરી આપીને સફીયાબેન હવે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમની મહેનત, સંકલ્પ અને પરિવારના સહકારથી મેળવેલી આ સિદ્ધિ દરેક દીકરી માટે સંદેશ આપે છે કે આત્મનિર્ભર બનવા માટે હિંમત અને લગન જ પૂરતી છે.
સફીયાબેનને ખૂબ ખૂબ મુબારકબાદ અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ. આવી દીકરીઓ સમાજનું સાચું ગૌરવ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!