રાજકોટમાં સર્વ સમાજ હેતુઃ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા નો શુભ પ્રારંભ
Views 61


સરદાર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અખિલ સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજ દ્વારા માનવ સેવા માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. પ્રમુખ હારૂનશાહ શાહમદારના માર્ગદર્શન હેઠળ તા. 01-03-2026ના રોજ નવી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે.
આ સેવા સર્વ સમાજ હેતુ કાર્ય કરશે — જાત, ધર્મ કે નાતના ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદ માટે ઉપલબ્ધ રહેશે. અતિ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગને સંપૂર્ણપણે નિઃશુલ્ક સેવા આપવામાં આવશે,

જ્યારે અન્ય માટે “નફો નહીં, નુકસાન નહીં”ના ધોરણે સેવા ઉપલબ્ધ રહેશે.
ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપથી સારવાર મળી રહે તે માટે આ એમ્બ્યુલન્સ ખાસ ઉપયોગી સાબિત થશે. ગાડી સિવિલ હોસ્પિટલ તથા હુબલીશા કબ્રસ્તાન ખાતેથી ઉપલબ્ધ રહેશે. સંપર્ક માટે: હારૂનશાહ શાહમદાર – 9427269239
શાહનવાજ સિદ્દીકી – 9429562110
ગફુરભાઈ બંગાલી / નસીરુદ્દીન બંગાલી – 9904343567
આલમભાઈ અન્સારી – 9227415001
ટ્રસ્ટીના સભ્યો અને સમાજના સહકારથી શરૂ કરાયેલી આ સેવા માનવતા, એકતા અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. રાજકોટ શહેર માટે આ એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!