વવાણીયા ગામમાં 108 સેવા વધુ સક્રિય બનાવવા માંગ: સ્થાનિકોની અપેક્ષા, તંત્રનો વિશ્વાસ
Views 572

રિપોર્ટ: અહેમદાબાદ મિત્ર ન્યુઝ ઈકબાલ સાઈચા માળીયા મીયાણા: માળીયા ( મી.)તાલુકાના વવાણીયા ગામમાં ઇમરજન્સી આરોગ્ય સેવા સંદર્ભે એક ઘટના ચર્ચાનો વિષય બની છે. તા. 3-2-2026ની મધરાતે 1:36 વાગ્યે ઇમરજન્સી માટે 108 પર કોલ કરવામાં આવ્યો હતો, અને 2:31 વાગ્યે એમ્બ્યુલન્સ ગામે પહોંચી હતી. અંદાજે એક કલાકનો સમય લાગતા સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠ્યા છે.


રાજ્યમાં કાર્યરત 108 Emergency Management and Research Institute (EMRI 108) સેવા તાત્કાલિક સારવાર માટે જીવદોરી સમાન માનવામાં આવે છે. સરકાર દ્વારા સમયસર સારવારનો લાભ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છતાં, કેટલીકવાર અંતર, વાહનવ્યવહાર અથવા ટેકનિકલ કારણોસર વિલંબ સર્જાતો હોવાનું તંત્ર તરફથી જણાવાય છે.


સ્થાનિકોનું કહેવું છે કે વવાણીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોવા છતાં, ઇમરજન્સીમાં માળીયાથી એમ્બ્યુલન્સ આવવી પડે તો સમય વધુ લાગે છે. ગ્રામજનોની માંગ છે કે ગામની 108 સેવા સંપૂર્ણ સક્રિય કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં જ તાત્કાલિક મદદ મળી રહે. સકારાત્મક રીતે જોવામાં આવે તો, આ ઘટના તંત્રને વધુ સજાગ બનવાની તક આપે છે. સ્થાનિક સ્તરે સુવિધાઓને મજબૂત બનાવવામાં આવે અને 108 સેવા વધુ કાર્યક્ષમ બને તો ગ્રામ્ય વિસ્તારના લોકોને ઝડપી સારવાર મળી શકે.ગ્રામજનો આશા વ્યક્ત કરે છે કે વવાણીયા ગામની 108 એમ્બ્યુલન્સ વહેલી તકે સક્રિય બની “સેવા એ જ પરમો ધર્મ” ના સૂત્રને સાકાર કરશે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!