તંત્રની તત્પર કાર્યવાહી વચ્ચે અરજદારોની ન્યાય માંગ
Views 933

“‘તાજમંહમદ ભર્ટી હત્યા કેસમાં કડક સજાની માંગ સાથે આવેદનપત્ર”‘

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ ઈકબાલ સાંઇચા મોરબી:તા. 02/03/2026: મોરબીમાં થયેલા તાજમંહમદ ભર્ટી હત્યા કેસ મામલે શહેરમાં ચકચાર મચી છે, ત્યારે એક તરફ પોલીસ તંત્ર દ્વારા ઝડપી અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ સમાજના આગેવાનો દ્વારા કડક સજાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, જમીન-મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા તાજમંહમદ ભર્ટીનું ભડીયાદ રોડ પર આવેલ ફાર્મહાઉસેથી અપહરણ કરી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. બાદમાં પીપળી રોડ પર આવેલા બંધ કારખાનામાં લાશ સળગાવી જમીનમાં દાટી તેના ઉપર આરસીસી ધાબું બનાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ ગંભીર બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક ગુનો નોંધી સાત આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ મામલતદાર અને સરકારી અધિકારીની હાજરીમાં લાશ બહાર કાઢી ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી હતી. કોર્ટમાં રજૂઆત બાદ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ઘટનાને પગલે મિયાણા સમાજ તેમજ માળિયા સુન્ની મુસ્લિમ સમાજ કસબા જમાત દ્વારા જિલ્લા કલેક્ટર અને એસપી સમક્ષ આવેદનપત્ર પાઠવી આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. સમાજના આગેવાનો દ્વારા શાંતિપૂર્ણ રીતે કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ વ્યક્ત કરી તટસ્થ અને પારદર્શક તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે.


સમાજ પ્રમુખ અકબરભાઈ હાજી સાગણભાઈ મોવર સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી કાયદાની અંદર રહી ન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો.
હાલ સમગ્ર મામલે પોલીસ તંત્ર સક્રિય છે અને ફરાર આરોપીઓને ઝડપવા માટે પ્રયાસો તેજ કર્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ તંત્ર સતર્ક છે. સમાજ અને તંત્ર વચ્ચે સંવાદથી ન્યાયની પ્રક્રિયા આગળ વધે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!