મોરબી જલારામ ધામમાં ૪ માર્ચે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ૫૩ કેમ્પમાં ૧૫૦૩૮ લાભાર્થી, ૬૮૪૮ સફળ ઓપરેશન – ધૂળેટી હોવા છતાં સેવા યથાવત
Views 33

મોરબી શહેરના શ્રી જલારામ ધામ ખાતે આગામી તા. ૪-૩-૨૦૨૬ બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાનાર છે. આ કેમ્પ અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો છે.સમગ્ર ગુજરાતમાં જાણીતી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે દર મહીનાની ૪ તારીખે આ સેવા કાર્ય યોજાય છે.કેમ્પ દરમિયાન હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડો. બળવંતભાઈ, ડો. સુદામા તેમજ ટીમ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં

આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા-જમવા, ચા-નાસ્તો, ચશ્મા, આંખના ટીપાં વગેરે તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા સંપૂર્ણ નિ:શુલ્ક આપવામાં આવશે. કેમ્પ માટે એડવાન્સ બુકિંગ જરૂરી નથી, પરંતુ તપાસ માટે આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય રહેશે. અત્રે નોંધનીય છે કે ગત ૫૩ માસ દરમિયાન યોજાયેલા કેમ્પોમાં કુલ ૧૫૦૩૮ લોકોએ લાભ લીધો છે અને ૬૮૪૮ લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે, જે સેવા કાર્યની વિશ્વસનીયતા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.તા. ૪ માર્ચે ધૂળેટીનો પર્વ હોવા છતાં કેમ્પ રાબેતા મુજબ ચાલુ રહેશે. સંસ્થાએ જરૂરિયાતમંદ દર્દીઓને આ સુવર્ણ તકનો લાભ લેવા વિનંતી કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!