માત્ર ચાર વર્ષમાં આગવું સ્થાન: ભારતીય જનતા પાર્ટી માં નરેન્દ્રભાઈ સોલંકીનો પ્રેરણાદાયી પ્રવાસ
Views 101

વાંકાનેર તાલુકાના દલડી ગામના યુવા અને મિત્ર સ્વભાવ ધરાવતા નરેન્દ્રભાઈ સોલંકીએ ખૂબ જ ઓછા સમયમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2022થી તેમણે સક્રિય રાજકીય શરૂઆત કરી અને આજે તેઓ પાર્ટી તેમજ સમાજ બંનેમાં વિશ્વાસપાત્ર કાર્યકર તરીકે ઓળખાઈ રહ્યા છે.


દલડી ગ્રામ પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન તરીકે તેમણે ગ્રામ્ય વિકાસને પ્રાથમિકતા આપી, લોકોની સમસ્યાઓને સંવેદનશીલ રીતે સાંભળી અને ન્યાયપૂર્ણ ઉકેલ આપવાનો પ્રયાસ કર્યો. ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાઓ અને વિકાસલક્ષી કાર્યોમાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. 2022માં અનુસૂચિત જાતિના મંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ તેમણે પાર્ટીના આદેશ અનુસાર વિવિધ કાર્યક્રમોમાં સક્રિય ભાગ લીધો. ત્યારબાદ તાલુકા મીડિયા ઇન્ચાર્જ અને દલડી રેલ્વે કમિટીના સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી. હાલમાં તેઓ ભાજપ તાલુકા સંગઠન મંત્રી તરીકે પાર્ટી કાર્યક્રમો તથા વિકાસલક્ષી પ્રવૃત્તિઓને ગતિ આપી રહ્યા છે.

માત્ર અનુસૂચિત સમાજ પૂરતા નહીં, પરંતુ સમગ્ર સમાજના હિત માટે કાર્ય કરવાની તેમની ભાવના તેમને વિશિષ્ટ બનાવે છે. પાર્ટીની વિચારધારાને વળગી રહી સતત મેદાનમાં કાર્ય કરનાર નરેન્દ્રભાઈ સોલંકી B.Com સુધી શિક્ષિત છે અને સંયમ, સમર્પણ તથા સંગઠન શક્તિના બળ પર તેમણે ચાર વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે.
યુવા નેતૃત્વ, શિક્ષણ અને સેવા ભાવના સાથે આગળ વધતા નરેન્દ્રભાઈ સોલંકીનો પ્રવાસ અન્ય યુવાનો માટે પણ પ્રેરણાસ્ત્રોત સમાન છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!