વાંકાનેર ખાતે સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ –“હર ધર સ્વદેશી, હર ઘર સ્વદેશી”નો ગુંજતો સંદેશ
Views 152

વાંકાનેર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો (શોપિંગ અને ફૂડ (ફેસ્ટિવલ)તા.1-3-2026ના રોજ ટાઉન હોલ શ્રીરામ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રીતે ખુલ્લો મુકાયો. મેળાનું ઉદ્ઘાટન વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ડિમ્પલબેન એચ. સોલંકી, ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, પૂર્વ પ્રમુખશ્રીઓ રમેશભાઈ વોરા અને જેપારભાઈ તેમજ નગરપાલિકા સભ્યો અને સ્ટાફ સહિત તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઉર્ફે હરૂભા ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજના આધુનિક યુગમાં સ્વદેશીનું મહત્વ “સ્વદેશી”નો અર્થ માત્ર દેશી વસ્તુ ખરીદવો એટલો જ નથી, પરંતુ પોતાના દેશના શ્રમિકો, કારીગરો અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવો એ છે

. સ્વદેશી અપનાવવાથી: સ્થાનિક કારીગરોને રોજગાર મળે
મહિલાઓ આત્મનિર્ભર બને દેશની આર્થિક પ્રગતિ મજબૂત બને પરંપરા અને સંસ્કૃતિનું સંરક્ષણ થાય
આ મેળામાં દેશની શુદ્ધ અને ગુણવત્તાસભર એન્ટીક તેમજ ઘરગથ્થુ વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી પરિવારોને સ્વદેશી ઉત્પાદનો સહેલાઈથી મળે અને “આત્મનિર્ભર ભારત”ના સંકલ્પને બળ મળે.
“હર ધર સ્વદેશી, હર ઘર સ્વદેશી”ના સૂત્ર સાથે યોજાયેલો આ મેળો વાંકાનેર શહેર માટે ગૌરવની બાબત બન્યો છે અને નાગરિકોમાં સ્વદેશી પ્રત્યે નવી જાગૃતિ લાવી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!