વાંકાનેરમાં પ્રોહીબીશન વિરોધી કાર્યવાહી તેજ: બે બુટલેગરો પાસા હેઠળ જેલભેગા
Views: 154
0 0
Read Time:2 Minute, 10 Second

વાંકાનેર વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે બુટલેગરો સામે વાંકાનેર સીટી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાસા કાયદા હેઠળ અટકાયત કરીને બંને ઇસમોને અલગ-अलग જેલમાં મોકલવામાં આવ્યા છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ સતત સતર્ક રહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યો હતો. પ્રાથમિક માહિતીના આધારે પાસા દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અધિક્ષક, વાંકાનેર વિભાગ તથા મોરબી પોલીસ અધિક્ષક મારફતે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. રજૂઆતની ગંભીરતા સમજી પાસા વોરંટ જારી કરવામાં આવ્યો હતો.પાસા હેઠળ કાર્યવાહી કરાયેલા ઇસમોમાં (૧) દીપાલ મુકેશભાઈ સંખેસરીયા (ઉવ.૨૨), રહે. વાંકાનેર, અને (૨) ઇન્દ્રજીત રાજુભાઈ ગોસ્વામી (ઉવ.૨૩), રહે. કેરાળા, તા. વાંકાનેર, નો સમાવેશ થાય છે. પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમીના આધારે બંનેને ઝડપી પાડી વોરંટની બજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ એકને ભાવનગર મધ્યસ્થ જેલ અને બીજાને જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂ વેચાણ જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા દિશામાં સકારાત્મક સંદેશ ગયો છે. સ્થાનિક નાગરિકોમાં પોલીસની સતર્ક અને પ્રત્યનશીલ કામગીરીને લઈને સંતોષની લાગણી જોવા મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *