હળવદમાં હોળી-ધુળેટીનો ઉત્સાહભર્યો માહોલ
Views 148

હળવદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પર્વને લઈ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરીઓમાં હોળી માતાની સ્થાપના કરવામાં આવી છે અને બાળકો-યુવાનો દ્વારા હોળી માટે લાકડાં એકત્રિત કરવાની પરંપરા પણ નિભાવાઈ રહી છે.હોળી પર્વ માત્ર રંગોનો તહેવાર જ નહીં પરંતુ આસ્થા અને સંસ્કૃતિનો પ્રતીક છે. લોકો હોળી અને ધુળેટી મનાવવા માટે ધાર્મિક વિધિ-વિધાનો કરે છે. હોળી દહન સમયે ગ્રામજનો દ્વારા પાક, વરસાદ અને વર્ષના સુખ-સમૃદ્ધિ વિશે વિવિધ લોકવાયકા અને માન્યતાઓ પ્રચલિત છે. “કયું દાન એવું પાકશે” અને “વરસાદ કેવો રહેશે” જેવી ચર્ચાઓ આજે પણ ગામડાંના ચોકમાં સાંભળવા મળે છે.


હોલિકા દહન પાછળની પ્રાચીન કથા પણ આજે એટલી જ પ્રાસંગિક છે. ભક્ત પ્રહલાદની અડગ ભક્તિ અને સત્યની જીતનો સંદેશ આપતી આ કથા દુષ્ટ પર સારા શક્તિના વિજયનું પ્રતિક છે. હોલિકા દહન દ્વારા લોકો પોતાના અંતરના અહંકાર, દ્વેષ અને નકારાત્મકતાનો ત્યાગ કરવાની પ્રેરણા લે છે.હળવદમાં ધાર્મિક શ્રદ્ધા સાથે હોળી માતાની પૂજા-અર્ચના કરવામાં આવશે અને બીજા દિવસે ધુળેટી પર રંગોત્સવ ઉજવાશે. પોલીસ તંત્ર દ્વારા પણ શાંતિપૂર્ણ ઉજવણી માટે જરૂરી બંદોબસ્ત ગોઠવાયો છે.
આ રીતે હળવદ પંથકમાં હોળીનો પર્વ ભક્તિ, પરંપરા અને સામાજિક એકતાના સંદેશ સાથે ઉજવાઈ રહ્યો છે. રિપોર્ટર: સંજય નંદેસરીયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!