સરકારશ્રીના નિ:શુલ્ક પ્રવાસથી વાંકાનેર તાલુકાના વિદ્યાર્થીઓમાં આનંદ અને જ્ઞાનનો સંયોગ
Views: 310
0 0
Read Time:1 Minute, 31 Second

વાંકાનેર તાલુકાની પ્રાથમિક શાળાના કુલ ૧૨૭ વિદ્યાર્થીઓ અને ૧૫ શિક્ષકો સાથે સરકારશ્રી તરફથી આયોજન કરાયેલ નિ:શુલ્ક શૈક્ષણિક પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ પ્રવાસમાં તાલુકા ટીમમાંથી કિશોરભાઈ રાઠોડ (TPEO વાંકાનેર), યુવરાજસિંહ વાળા (બીટ કેની શિક્ષણ વાંકાનેર) અને માનસાતા પિયુષ (આ.શી. તાલુકા શાળા નં.૧) ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ આનંદ ઉત્સવ સાથે વિવિધ શૈક્ષણિક સ્થળોની મુલાકાત લઈ જ્ઞાનમાં વધારો કર્યો હતો. પુસ્તકી જ્ઞાન સાથે પ્રયોગાત્મક સમજ મળતાં બાળકોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.


શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રવાસને યાદગાર બનાવ્યો હતો. આ પ્રકારના શૈક્ષણિક પ્રવાસો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થાય છે અને શાળા જીવનમાં નવી પ્રેરણા આપે છે.
સરકારશ્રીના આ સરાહનીય ઉપક્રમે વિદ્યાર્થીઓમાં આનંદ સાથે શિક્ષણ પ્રત્યે વધુ રસ અને જાગૃતિ વધારી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *