Views: 220
0 0
Read Time:1 Minute, 43 Second

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી: વાંકાનેર બાર

“‘એસોસિએશનમાં યુવા વકીલ મિતુલ ખરગિયા પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત”‘

બાર કાઉન્સિલ ગુજરાત ની આવનારી ચૂંટણીને અનુલક્ષીને વાંકાનેર બાર એસોસિએશનમાં પોલિંગ પ્રક્રિયા સુચારૂ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે મહત્વપૂર્ણ નિયુક્તિઓ કરવામાં આવી છે.વાંકાનેર બાર એસોસિએશન માં પોલિંગ ઓફિસર તરીકે યુવા ધારાશાસ્ત્રી મિતુલ જે. ખરગિયા, એડવોકેટની નિમણૂક કરવામાં આવી છે. તેમની નિષ્ઠા, કાનૂની સમજણ અને વ્યવસ્થાપન ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે.આ સાથે સહાયક પોલિંગ ઓફિસર તરીકે આદિલ માથકિયા અને યોગીરાજસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે.

બંને વકીલો કાનૂની ક્ષેત્રે સક્રિય રહી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા આવ્યા છે. આ નિયુક્તિઓથી વાંકાનેર બાર એસોસિએશનમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થશે તેવી વકીલ વર્ગમાં આશા વ્યક્ત કરવામાં આવી છે.કાનૂની ક્ષેત્રના યુવા ચહેરાઓને મહત્વપૂર્ણ જવાબદારી સોંપાતા વાંકાનેરના વકીલ સમુદાયમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *