કડીયાણા ગામે જોખમી વળાંક ફરી સાબિત થયો ખતરનાક: રોલ ભરેલો ટ્રક પલટી, બે ઇજાગ્રસ્ત
Views 127

હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસે આવેલ જોખમી વળાંક પર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. રોલ ભરેલો ટ્રક અચાનક પલટી મારી જતા ભારે નુકસાન થયું હતું તેમજ બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વળાંક રોડ-મકાન વિભાગ દ્વારા યોગ્ય ટેક્નિકલ માપદંડો વિના બનાવવામાં આવ્યો હોવાની ચર્ચા છે. વળાંકનો લેવલ ઉંચો-નીચો અને ઢાળ અસંતુલિત હોવાને કારણે અવારનવાર લોડિંગ ભરેલા ટ્રકો, આઈશર જેવા ભારે વાહનો અહીં પલટી મારતા રહે છે. છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આજદિન સુધી આવ્યો નથી.ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે વળાંકનો લેવલ યોગ્ય રીતે સુધારી સમતલ બનાવવામાં આવે તેમજ નજીક “ધીમે ચલાવો” અને જોખમ સૂચક બોર્ડ તાત્કાલિક લગાવવામાં આવે. જો સમયસર મરામત નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોટો જાનહાનિનો ભય નકારી શકાય નહીં.હાલ પ્રશ્ન એ ઊભો થાય છે કે સતત અકસ્માતો છતાં સંબંધિત વિભાગ કેમ જાગતું નથી? શું વધુ કોઈ મોટી દુર્ઘટના પછી જ તંત્ર હરકતમાં આવશે?
રિપોર્ટર: સંજય નંદેસરીયા, હળવદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!