હળવદ મેરુપર ઘટના: સત્ય બહાર લાવવા પોલીસ તત્પર, ગ્રામજનોમાં યોગ્ય તપાસની માંગ
Views: 221
0 0
Read Time:1 Minute, 57 Second

હળવદ તાલુકાના મેરુપર ગામે જાહેર રસ્તા નજીક તાજુ જન્મેલા શિશુનું મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગામ લોકોમાં આ બનાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતાનું પાપ છુપાવવાના ઈરાદે નિર્દોષ શિશુને આવારૂ જગ્યાએ મૂકી દીધું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર દ્વારા તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે અને સત્ય બહાર લાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.નાના એવા ગામમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. મેરુપરથી હળવદ સુધી આ ઘટનાએ ‘ટોક ઓફ ધ ટાઉન’ સ્વરૂપ ધારણ કર્યું છે. જેટલા મોઢા એટલી વાતો વચ્ચે લોકો એક જ માંગ કરી રહ્યા છે – સત્ય બહાર આવે અને દોષિતને કાયદેસર સજા મળે.આધુનિક યુગમાં પણ આવી હૃદયવિદારક ઘટના સમાજ માટે વિચારવાનો વિષય છે. સરકાર દ્વારા ભૂણહત્યા અને બાળહત્યા અટકાવવા માટે અનેક જાગૃતિ અભિયાન અને કડક કાયદા અમલમાં છે, છતાં આવી ઘટનાઓ સામે આવતી હોવી ચિંતાજનક છે.


સમાજે પણ માનવતા અને સંવેદનશીલતા જાળવી, આવી પરિસ્થિતિમાં યોગ્ય માર્ગદર્શન અને સહાયતા ઉપલબ્ધ કરાવવી જોઈએ. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને ગ્રામજનોને આશા છે કે ટૂંક સમયમાં સત્ય બહાર આવશે.
રિપોર્ટર: સંજય નંદેસરિયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *