પરિસ્થિતિને પ્રાધાન્ય આપી હળવદ પોલીસે પ્રજાને આપ્યો જાગૃતિનો સંદેશ
Views 251

ગુજરાત પોલીસ હેઠળ કાર્યરત હળવદ પોલીસ સ્ટેશન દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રજા રક્ષક તરીકે પોલીસ તંત્રએ લોકહિતને પ્રાથમિકતા આપી સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે.હાલ શિયાળાની ઋતુ દરમિયાન ચોરીના બનાવો વધવાની શક્યતા રહેતી હોવાથી ગામોમાં આવેલા મંદિરોમાં રાત્રિના સમયે સોનાં-ચાંદીનાં દાગીના અથવા દાનપેટીમાં રોકડ રકમ ન રાખવા અપીલ કરવામાં આવી છે. તેમજ લગ્ન પ્રસંગે કે અન્ય કારણોસર મકાન અથવા દુકાન બંધ રાખીને બહારગામ જવાનું થાય તો કિંમતી દાગીના અને રોકડ રકમ મકાનમાં ન રાખવી અને મકાન બંધ રાખવા બાબતે પોલીસ સ્ટેશનમાં પૂર્વ જાણ કરી પેટ્રોલિંગની વ્યવસ્થા કરાવવા સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત સીમ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરોની જરૂરી વિગતો મેળવી પોલીસ સ્ટેશન ખાતે નોંધણી કરાવવાની ફરજિયાત સુચના આપવામાં આવી છે, જેથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બની રહે.હળવદ પોલીસનો આ પ્રયાસ પ્રજાની સુરક્ષા, વિશ્વાસ અને સહકાર વધારવા દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. લોકહિતમાં અપાયેલો આ સંદેશ નાગરિકોને વધુ સચેત અને જવાબદાર બનાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!