હળવદ સરકારી હોસ્પિટલમાં એક્સ-રે ચાર્જ મુદ્દે લોકચર્ચા : પ્રજાલક્ષી અને તટસ્થ અભિગમની માંગ
Views 212

અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટર : સંજય નંદેસરીયા, હળવદ
હળવદ તાલુકાની સરકારી હોસ્પિટલમાં હાથ, પગ, છાતી તેમજ કમર જેવા એક્સ-રે ફોટા માટે ₹25 ચાર્જ લેવામાં આવતા હોવાના મુદ્દે દર્દીઓમાં ચર્ચા અને અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે ત્યારે આ પ્રકારની ઉઘરાણી તેમને આર્થિક રીતે ભારરૂપ બની રહી હોવાનું દર્દીઓ જણાવે છે. દર્દીઓનું કહેવું છે કે ₹25 જેવી રકમ ચૂકવવામાં વ્યવહારુ મુશ્કેલીઓ ઉભી થાય છે. આજના સમયમાં ₹10 ની નોટ કે ₹5 ના સિક્કા સરળતાથી મળતા નથી, જેના કારણે ચુકવણી પ્રક્રિયામાં દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. કેટલાક લોકોએ સૂચન કર્યું છે કે જો ચાર્જ લેવો જ હોય તો રકમ ₹20 અથવા ₹30 જેવી સરળ ચૂકવણીમાં ગોઠવવામાં આવે, અથવા ગરીબ દર્દીઓ માટે છૂટછાટની વ્યવસ્થા કરવામાં આવે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકારી હોસ્પિટલોમાં મોટાભાગે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર લેતા હોય છે. આવા સંજોગોમાં એક્સ-રે રિપોર્ટ માટે લેવાતી રકમ ખાનગીકરણ જેવી લાગણી ઊભી કરે છે. સાથે જ ડોક્ટરો અને સ્ટાફની ઘટ અંગે પણ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જે આરોગ્ય સેવાઓને અસર કરે છે.


આ મુદ્દો વિકાસ અને પ્રજાલક્ષી કામગીરી અંગે જવાબદારી ધરાવતા લોકપ્રતિનિધિઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે ધ્યાન આકર્ષણ સમાન બન્યો છે. લોકોની માંગ છે કે સરકાર આ બાબતે તટસ્થ સમીક્ષા કરી ગરીબ દર્દીઓને રાહત મળે તેવી વ્યવસ્થા કરે.હળવદના દર્દીઓની વેદના અને લાગણીને ધ્યાનમાં રાખી, આરોગ્ય સેવાઓ વધુ સરળ, પારદર્શક અને જનહિતમાં રહે — તેવી લોકચર્ચા તેજ બની રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!