મદદની અપીલ: તમામ જરૂરિયાતમંદને મદદગાર સંસ્થા એટલે ખ્વાજા ગરીબ નવાઝ ટ્રસ્ટ
Views 103

મોરબી શહેરમાં છેલ્લા 29 વર્ષથી માનવસેવાનું પ્રતિક બનેલું ખ્વાજા ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાનો દીવો બની કાર્યરત છે. “ગરીબો કા સહારા” ના સૂત્ર સાથે ટ્રસ્ટ સતત ગરીબ મરીઝોને ઇલાજ, દવાઓ અને મેડિકલ સહાય પૂરી પાડી રહ્યું છે.આ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સારવારમાં આર્થિક મદદ, દવાઓની સહાય અને માર્ગદર્શન આપવામાં આવે છે. સમાજના સહયોગથી અનેક પરિવારોને નવજીવન મળ્યું છે. ટ્રસ્ટ તરફથી K.G.N. મેડિકલ સ્ટોર પણ શરૂ કરવામાં આવ્યો છે, જેથી જરૂરિયાતમંદોને રાહત દરે દવાઓ ઉપલબ્ધ થઈ શકે. આ સેવા કાર્યને વધુ મજબૂત બનાવવા ટ્રસ્ટ દ્વારા સમાજના સદભાવના ધરાવતા લોકો સમક્ષ સહયોગની અપીલ કરવામાં આવી છે. આપ પોતાની ઝકાત, સદકાહ અને અન્ય દાનરકમ ટ્રસ્ટમાં જમા કરાવી ગરીબ દર્દીઓના ઇલાજમાં સહભાગી બની શકો છો. આપનો નાનો સહયોગ પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.
ચાલો, આપણે સૌ મળીને માનવતાની સેવા માટે આગળ આવીએ અને જરૂરિયાતમંદોને મદદનો હાથ લંબાવી સાચા અર્થમાં “ગરીબોનો સહારો” બનીએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!