મોરબી સબજેલમાં સુવિધાઓનો વધારો: બંદીવાનો માટે કેન્ટિન શરૂ
Views 197

મોરબી સબ જેલ માં લાંબા સમયથી સુવિધાઓનો અભાવ અનુભવાતો હતો, પરંતુ જેલ પ્રશાસનના સતત પ્રયાસોથી હવે બંદીવાન ભાઈ-બહેનોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થવા લાગી છે. જેલ ઇન્ચાર્જ અધિક્ષક એચ. એ. બાબરિયા દ્વારા લાંબી જહેમત બાદ સબજેલમાં કેન્ટિન શરૂ કરવામાં આવી છે. હવે બંદીવાનો કૂપન પ્રણાલી દ્વારા જીવન જરૂરિયાતની નાની-મોટી ચીજવસ્તુઓ સરળતાથી મેળવી શકશે.કેન્ટિનમાં નહાવાના સાબુ, કપડા ધોવાના સાબુ, શેમ્પૂ, વિવિધ પ્રકારના બિસ્કિટ, વેફર્સ, ચવાણું, આઇસ્ક્રીમ, કુલ્ફી, કોલ્ડ્રીંક્સ સહિત જેલમાં પ્રતિબંધિત ન હોય તેવી તમામ જરૂરી વસ્તુઓ બહારના ભાવસર ઉપલબ્ધ રહેશે.

આથી બહારગામના બંદીવાનોને પણ કોઈને ધક્કો ખવડાવ્યા વગર જરૂરી વસ્તુઓ સરળતાથી મળી શકશે.કૂપન કેવી રીતે મળશે?હાલ મોરબી સબજેલમાં ૩૩૭ ભાઈઓ અને ૧૩ બહેનો મળી કુલ ૩૫૦ બંદીવાનો છે. તેમના પરિવારજનો રૂબરૂ આવ્યા વગર મની ઓર્ડર દ્વારા રકમ મોકલી કૂપન મેળવી શકે છે. અત્યાર સુધીમાં લગભગ ₹૪૫,૦૦૦ના કૂપન લેવાઈ ચૂક્યા છે અને કેન્ટિનના લોકાર્પણના માત્ર ત્રણ કલાકમાં જ ₹૪,૦૦૦ની વેચાણ નોંધાઈ છે.
બંદીવાન ભાઈ-બહેનો દ્વારા આ નિર્ણયને હર્ષપૂર્વક આવકારવામાં આવ્યો છે. જેલ પ્રશાસનની આ પહેલ માનવતાભર્યા અને વ્યવસ્થિત કારભારનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!