શિવાજી સેના ગુજરાતનો 34મો સમૂહ લગ્નોત્સવ: 21 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
Views 132

ગુજરાતમાં સામાજિક એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા શિવાજી સેના ગુજરાત દ્વારા 34મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો.
તા.22-02-2026 રવિવારે સવારના શુભ ચોઘડિયામાં માલીયાસણ (અમદાવાદ નેશનલ હાઈવે, રાજકોટ) ખાતે 21 લાડકડી દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા.આ પવિત્ર પ્રસંગના મુખ્ય આયોજકોમાં શૈલેષભાઈ માલમ, રૂપલબેન ગોંડલીયા, મહેશભાઈ ગાંગાણી, ચીમનભાઈ વાટીયા, રણછોડભાઈ કુકડીયા, ભરત પરમાર, વાલજીભાઈ મકવાણા, હિતેશભાઈ ગાંગાણી અને અરવિંદભાઈ રાઠોડ સહિત અનેક સેવાભાવી આગેવાનોનો વિશેષ સહયોગ રહ્યો. સમગ્ર માલીયાસણ ગામના આગેવાનો, ભાઈઓ-બહેનો તેમજ રાજકીય પ્રતિનિધિઓના સહકારથી આ સમૂહ લગ્નોત્સવ સફળ બન્યો.માલીયાસણ ગામના સરપંચ શ્રી રાજેશભાઈ કિસલા તથા ઉપસરપંચશ્રી સહિત ગામજનોએ ઉમંગભેર સહભાગી બની આ પ્રસંગને યાદગાર બનાવ્યો. સમશીથી માંડીને કબાટ સુધીની નાની-મોટી તમામ જરૂરી વસ્તુઓ કરિયાવરમાં આપી નવદંપતિઓને આશીર્વાદિત કરવામાં આવ્યા.ધાર્મિક માહોલમાં મહંત શ્રી વાલજી ભગત (કાળાસર જગ્યા) તેમજ ગામના પૂજારીશ્રીએ આશીર્વચન આપ્યા. સાથે જ માનનીય ડૉ. ભરતભાઈ બોઘરા (પૂર્વ ધારાસભ્ય, જસદણ), નયનાબેન પીઠડીયા, પીન્ટુભાઈ પટેલ, અમિતભાઈ ગઢીયા, ભરતભાઈ વાંકાનેર, અરવિંદભાઈ ધોળકિયા, હરેશ મકવાણા સહિત રાજકોટ જિલ્લા અને તાલુકાના અનેક ધારાસભ્યો, સભ્યો અને સરપંચોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી.પ્રાચીન લગ્નગીતોની મધુર ધૂન વચ્ચે “રામદેવ સાઉન્ડ”ના સહકારથી જીવંત સંગીત કાર્યક્રમ યોજાયો. ગુજરાતના જાણીતા લોકગાયક પબુભા ગઢવી, આરતી ચૌહાણ તથા કાજલ રાણી સરિયા સહિતના કલાકારોએ પરંપરાગત લગ્નગીતોથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા.
આ સમૂહ લગ્નોત્સવ માત્ર એક સામાજિક પ્રસંગ નહીં, પરંતુ સર્વજ્ઞાતિ એકતા, સહકાર અને માનવ સેવા ભાવનાનો પ્રેરણાદાયક ઉત્સવ સાબિત થયો.અહેમદાબાદ મિત્ર ન્યુઝ રિપોર્ટ બાબુભાઈ ડાભી બામણબોર ચોટીલા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!