રાજકોટમાં ‘ધ સીનીગ સ્ટાર રીની વાય સો ઓવડ શો’નો કલાત્મક મહોત્સવ
Views 50

રાજકોટના હરીપર નજીક આવેલા એમ ટીવી રિસોર્ટના વિશાળ ગ્રાઉન્ડમાં ‘ધ સીનીગ સ્ટાર રીની વાય સો ઓવડ શો’ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. ગુજરાતભરના સાત જિલ્લાઓમાંથી આવેલા કલાકારો, મોડલ, એક્ટર, ડાન્સર, સિંગર, ભજન કલાકારો, લોકગાયક, સાહિત્યકાર અને મેકઅપ આર્ટિસ્ટોએ પોતાની કળાનું પ્રદર્શન કરી સ્ટેજ પર ધૂમ મચાવી હતી.ડિજિટલ સાઉન્ડ સિસ્ટમની જમાવટ સાથે કાર્યક્રમમાં અનોખો માહોલ સર્જાયો હતો. નાના થી માંડીને મોટા કલાકારો સુધી સૌએ પોતાની વ્યક્તિગત કળાની માહિતી આપી અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. ફેશન શો, ફોટોશૂટ, વિડીયોગ્રાફી અને ડીજે પાર્ટી જેવા વિવિધ આયોજનો કાર્યક્રમને વધુ આકર્ષક બનાવતા રહ્યા.દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કલાકારો જોડાય છે. તમામ નોંધાયેલ કલાકારોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર કલાકારોને ફૂલહારથી સન્માનિત કરી તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આ સમગ્ર આયોજન રાજકોટની મીનાક્ષી સાગર મેડમ અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. તેમની મહેનત અને સંકલનથી કાર્યક્રમને વિશાળ સફળતા મળી.
તસવીર અહેવાલ: બાબુભાઈ ડાભી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!