વાંકાનેરમાં રમજાન માસે અનોખી સેવા: રોજેદારો માટે માત્ર ₹150માં 1 કિલો તાજા ગરમ ભજીયા
Views 134

વાંકાનેર ખાતે એક્સિસ બેન્ક સામે પવિત્ર રમજાન માસ નિમિત્તે “નહીં નફો – નહીં નુકસાન”ના ધ્યેય સાથે રોજેદારો માટે ખાસ રાહત દરે તાજા ગરમ ભજીયા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. માત્ર રૂપિયા 150માં એક કિલો ભજીયા આપવાની આ સેવા સમાજમાં પ્રશંસનીય પહેલ બની છે. છેલ્લા પાંચ વર્ષથી હુસેનભાઇ અને તેમના પરિવારજનો દ્વારા રમજાન માસ દરમિયાન નિષ્ઠાપૂર્વક આ સેવા કરવામાં આવી રહી છે. રોજા રાખનારા ભાઈ-બહેનોને ઇફ્તાર સમયે સસ્તા અને ગુણવત્તાયુક્ત નાસ્તા મળી રહે તે ઉદ્દેશથી તેઓ દર વર્ષે આ આયોજન કરે છે.


સમાજસેવા અને ધાર્મિક ભાવનાનું સુંદર સંકલન આ પહેલમાં જોવા મળે છે. વધતી મહેંગાઈ વચ્ચે રાહત દરે ભોજનની વ્યવસ્થા કરવી એ સાચા અર્થમાં ઇબાદત સમાન કાર્ય ગણાય. સ્થાનિક લોકો અને રોજેદારો દ્વારા આ સેવાકાર્યને બિરદાવવામાં આવી રહ્યું છે.આવી સકારાત્મક અને સેવાભાવી પ્રવૃત્તિઓ સમાજમાં એકતા, સહકાર અને માનવતા મજબૂત બનાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!