ચાંદ્રપુરમાં ૮ વર્ષના જુનેજા યુસુફ સિકંદરભાઈએ રાખ્યું રોજું, બાળઉંમરે દેખાડ્યો ઈમાનનો જુસ્સો
Views 69

વાંકાનેર ના ચાંદ્રપુર ગામમાં પવિત્ર રમઝાન માસ દરમિયાન ૮ વર્ષના જુનેજા યુસુફ સિકંદરભાઈએ પ્રથમ રોજું રાખીને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. નાની ઉંમરે જ રોજું રાખી ખુદાની બંદગી કરવાથી પરિવારમાં અને સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
જુનેજા યુસુફ સિકંદરભાઈએ દિવસભર ઉપવાસ રાખી નિયમોનું પાલન કર્યું અને ઈબાદતમાં સમય વિતાવ્યો. બાળઉંમરે ધાર્મિક લાગણી અને આત્મવિશ્વાસ સાથે રોજું પૂર્ણ કરવું પ્રેરણાદાયક ઘટના ગણાઈ રહી છે.પરિવારજનો અને ગામલોકોએ બાળકને શુભેચ્છાઓ પાઠવી તેની હિંમત અને શ્રદ્ધાની પ્રશંસા કરી હતી. નાની ઉંમરે સંસ્કાર અને ઈમાનનો પરિચય આપતો આ પ્રસંગ સમાજ માટે ગૌરવની બાબત બની રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!