ગૌરીદડમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરનું લોકાર્પણ: આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બનશે
Views 109

વાંકાનેર કુવાડવા મત વિસ્તાર ના જીતુભાઈ સોમાણીના વરદહસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોખડદડ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર, ગૌરીદડના નવનિર્મિત બિલ્ડિંગનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવું બિલ્ડિંગ ધારાસભ્યના પ્રયત્નો તેમજ રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા (108)ના સહયોગથી મંજૂર થયું હતું.લોકાર્પણ પ્રસંગે રાજાભાઈ ચાવડા (108), રાજકોટ તાલુકા પંચાયત સભ્ય ભાવનાબેન કાકડિયા, ગૌરીદડ ગામના સરપંચ મનીષભાઈ અજાણી, ઉપસરપંચ ભરતભાઈ અજાણી અને આગેવાનો સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આરોગ્ય વિભાગના અધિકારીઓમાં મેડિકલ ઓફિસર હેતલ બેન નકુમ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અક્ષસીતા બેન કપૂરીયા, PHC સુપરવાઈઝર વિશાલભાઈ રાઠોડ, તાલુકા સુપરવાઈઝર વિપુલભાઈ કાકડિયા સહિત આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય એ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ મજબૂત બને તે માટે સરકાર પ્રતિબદ્ધ છે

અને આવી યોજનાઓનો સમયસર અમલ થવાથી સામાન્ય નાગરિકોને સીધો લાભ મળે છે. વિવિધ શાસકીય યોજનાઓનો લાભ લઈ લોકો આરોગ્ય અને સુખાકારી તરફ આગળ વધે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી.નવું આયુષ્યમાન આરોગ્ય મંદિર ગૌરીદડ અને આસપાસના ગામોના લોકોને આધુનિક અને સુવિધાસભર આરોગ્ય સેવા પ્રદાન કરશે. સમયસર અમલમાં મુકાયેલી આવી યોજનાઓ ગ્રામ વિકાસને નવી દિશા આપે છે અને “સ્વસ્થ ગ્રામ – સમૃદ્ધ ગ્રામ”ના ધ્યેયને સાકાર બનાવે છે.અંતમાં કાર્યક્રમને સફળ બનાવનાર તમામ મહેમાનો, અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.જે સમગ્ર કાર્યક્રમ તસ્વીર માં દ્રશ્યમાન થાય છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!