રમજાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા મજબૂત: બહેરામપુરા AAPની રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ
Views: 175
0 0
Read Time:2 Minute, 11 Second

અમદાવાદ માં પ્રજાના પ્રશ્નોને પ્રધાન્ય આપવા માટે આમ આદમી પાર્ટી સતત એક્ટિવ બની મતદાર પ્રજાના પ્રશ્નોને પાયાની પ્રાથમિક સુવિધા સાથે પ્રશ્નોને પ્રધાનમંત્રી આપી રહી છે તાજેતરમાં જ દુર્ગંધી યુક્ત પાણી ના પ્રશ્ન પ્રજાના પ્રશ્નોને ધ્યાન રાખી તંત્ર સમક્ષ રજૂઆત કર્યા બાદ હાલ મુસ્લિમ સમાજના રમજાન માસ અંતર્ગત બહેરામપુરા વોર્ડની આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરશ્રી, ડી.સી.પી. ટ્રાફિક પોલીસ તથા દાણીલીમડા પી.આઈ. સાહેબને નારોલ ચાર રસ્તા થી છીપા સોસાયટી, દાણીલીમડા ચાર રસ્તા થી બહેરામપુરા ચાર રસ્તા સુધી રમજાન મહિનામાં સાંજે ૫ થી ૭ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા માટે આવેદન આપવામાં આવ્યું હતું. આ રજૂઆતને સકારાત્મક રીતે સ્વીકારી કમિશનરશ્રીએ જનતાની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં લઈ રમજાન માસના પ્રથમ દિવસથી જ ટ્રાફિક પોઈન્ટની યોગ્ય વ્યવસ્થા ગોઠવી આપી છે. જેના પરિણામે વિસ્તારના નાગરિકોને રાહત અનુભવી છે અને સાંજના વ્યસ્ત સમયમાં ટ્રાફિક સંચાલન સરળ બન્યું છે.આ ઉપરાંત દાણીલીમડા ટ્રાફિક બુથ પર કાર્યકર્તાઓને આવેદન સંદર્ભે બોલાવી તેમની પ્રશંસા કરવામાં આવી અને જનહિતના કાર્યોમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.બહેરામપુરા વોર્ડના પ્રભારી મુકેશ ચૌહાણ, સહ પ્રભારીઓ આસિફ શેખ, અમન શેખ, ક્ય્યુમ અતારી તથા પ્રમુખ ફરીદભાઈ કાદરીએ પોલીસ કમિશનરશ્રી તથા તેમના સ્ટાફનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *