બહેરામપુરામાં દુર્ગંધયુક્ત પાણી મુદ્દે રજૂઆત: સ્થાનિકો સાથે મુલાકાત, ત્વરિત ઉકેલની માંગ
Views 83

અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડના લાલબહાદુર શાસ્ત્રી ક્વાર્ટર્સ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં દુર્ગંધ અને ગંદકી આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશો અનુસાર ત્રણથી ચાર બ્લોકમાં ગંદુ અને ગંધયુક્ત પાણી આવી રહ્યું છે તેમજ ગટર ઉભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે.રહીશો દ્વારા કોર્પોરેશન કચેરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો સંતોષકારક ઉકેલ ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ Aam Aadmi Party ના સ્થાનિક કાર્યકર્તાઓ અને વોર્ડના પ્રતિનિધિઓએ સ્થળ મુલાકાત લીધી હતી.પ્રભારી મુકેશ ચૌહાણ, દાણીલીમડા વોર્ડના સહ પ્રભારી શહેઝાદભાઈ પટણી અને બહેરામપુરા વોર્ડના સહ પ્રભારી કયુમભાઈ અતારીએ રહીશો સાથે ચર્ચા કરી અને સમસ્યાની વિગતો જાણી. ત્યારબાદ ડેપ્યુટી કમિશનરને આવેદન આપી પાણી અને ગટર સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
સ્થાનિક રહીશોએ જણાવ્યું કે સ્વચ્છ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવું પ્રાથમિક સુવિધા છે અને તેમાં બેદરકારી સ્વીકાર્ય નથી. તેમણે આવનારી મહાનગરપાલિકા ચૂંટણીમાં મુદ્દા આધારિત નિર્ણય લેવાની પણ ચર્ચા કરી હતી.
આ મુદ્દે નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થવાથી વિસ્તારના રહીશોને રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!