વાંકાનેરમાં રમજાન માસે માનવતાની મહેક
Views 367

સુન્ની હનફી ચિશ્તી મશાયખી માર્વેલ યંગ સોશિયલ ગ્રુપ દ્વારા રોજેદારોને રાહત દરે તરબૂચ વિતરણ

વાંકાનેર ખાતે પવિત્ર રમજાન માસની પવિત્રતાને વધુ અર્થપૂર્ણ બનાવતા સુન્ની હનફી ચિશ્તી મશાયખી માર્વેલ યંગ સોશિયલ ગ્રુપ દ્વારા રોજેદારો માટે અનોખું સેવા કાર્ય હાથ ધરાયું છે. પ્રથમ રોજાથી લઈને ઈદનો ચાંદ દેખાય ત્યાં સુધી આખો મહિનો “નહીં નફો – નહીં નુકસાન” ના સિદ્ધાંત પર રાહત દરે તાજા તરબૂચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.વાંકાનેરના દાણાપીઠ ચોક ખાતે દરરોજ સવારથી સાંજ સુધી રોજેદારોને તેમના ઘરના આંગણે તાજા તરબૂચ સરળતાથી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. માત્ર શહેર પૂરતું નહીં, પરંતુ વાંકાનેર પંથકના આશરે ૪૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાહત દરના સ્ટોલ મારફતે આ સેવા વિસ્તરાવવામાં આવી છે. આ સેવા કાર્ય છેલ્લા બે વર્ષથી સતત ચાલી રહ્યું છે, જે મુસ્લિમ સમાજની એકતા, ભાઈચારો અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રમજાન માસમાં રોજા દરમિયાન ગરમીને ધ્યાનમાં રાખીને તરબૂચ જેવી તાજગીભરી ફળફળાદી ઉપલબ્ધ કરાવવાનો આ પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે.આ સેવાકાર્યમાં વાંકાનેરની યુવા ટીમ – ભોરણિયા સુફિયાન, વકાલીયા રેનિસ, સાજિદભાઈ, અનીશભાઈ, ખોરજીયા મકબૂલ, ખોરજીયા મામદ અને ખોરજીયા મહમદહુસૈન – નિષ્ઠાપૂર્વક સેવા આપી રહી છે.પવિત્ર રમજાન માસ માનવતા, સહાનુભૂતિ અને પરોપકારનો સંદેશ આપે છે. માર્વેલ યંગ સોશિયલ ગ્રુપનો આ પ્રયત્ન સમાજમાં સકારાત્મકતા અને ધાર્મિક એકતાનું પ્રતિક બની રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!