પત્રકારિતાની પવિત્રતા જળવાઈ રહે – સત્યની કલમ સામે ખોટી કલમ નિષ્ફળ!!!
Views: 378
0 0
Read Time:3 Minute, 43 Second

લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાતી પત્રકારિતા સમાજને સાચી દિશા આપવાનું પવિત્ર કાર્ય કરે છે. સત્યને નિર્ભય રીતે રજૂ કરવું એ પત્રકારની ફરજ છે. સત્ય બોલવું કે લખવું ક્યારેય ગુનો નથી, પરંતુ સત્યને દબાવીને વ્યક્તિગત લાભ મેળવવો એ સમાજ અને પત્રકારિતાની બંને સાથે દ્રોહ સમાન છે.મોરબી જિલ્લામાં પણ અનેક સચ્ચા અને નિષ્ઠાવાન પત્રકારો સમાજ ચિંતન અને રાષ્ટ્ર ચિંતન સાથે સેવા કાર્યરૂપ પત્રકારિતા કરી રહ્યા છે. તેઓ હંમેશા તથ્ય આધારિત સમાચાર પ્રસ્તુત કરી સમાજને સાચી માહિતી પહોંચાડે છે. પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયાના નામે ખોટા હેતુઓથી નકારાત્મકતા ફેલાવી, બ્લેકમેલિંગ અથવા તોડતાલ જેવી પ્રવૃત્તિઓ દ્વારા પવિત્ર પત્રકારિતાને દાગ લગાડવાનો પ્રયત્ન કરે છે.આવા પીળા પત્રકારત્વના કારણે સમગ્ર પત્રકાર સમાજની છબી પર અસર પડે છે. લોકશાહીના અધિકારોનો દુરુપયોગ કરી તંત્રનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવો યોગ્ય નથી. સમાજ ક્યારેય નકારાત્મકતા અને ભ્રમ ફેલાવનારને સ્વીકારતો નથી.સમયની માંગ છે કે પત્રકારિતામાં પારદર્શિતા, જવાબદારી અને નૈતિકતા જળવાઈ રહે. સાચા પત્રકારોને પ્રોત્સાહન મળે અને ખોટી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવે. પત્રકારિતા માત્ર વ્યવસાય નથી – તે એક સેવા, એક જવાબદારી અને સત્યની સાધના છે.સત્યની કલમ હંમેશા શક્તિશાળી છે, અને અંતે સત્યનો જ વિજય થાય છે.

✍️ તટસ્થ પત્રકારનું ફરજ અને પવિત્ર પત્રકારિતાનો માર્ગ✍️

સમાજમાં પત્રકાર માત્ર સમાચાર આપનાર નથી, પરંતુ સત્યનો સંદેશવાહક અને લોકશાહીનો મજબૂત સ્તંભ છે. તટસ્થ પત્રકારિતા એટલે કોઈપણ પક્ષપાત વગર સત્યને સમાજ સમક્ષ રજૂ કરવાની નિષ્ઠા. તટસ્થ પત્રકારનું મુખ્ય ફરજ સત્યની શોધ અને પ્રસ્તુતિ – અફવાઓ નહીં, પરંતુ તપાસેલ અને વિશ્વસનીય માહિતી જ પ્રસિદ્ધ કરવી.નિષ્પક્ષતા – રાજકીય, સામાજિક કે વ્યક્તિગત ઝુકાવ વગર સમતોલ અભિગમ રાખવો.
જવાબદારીની ભાવના – લખાયેલ દરેક શબ્દનો સમાજ પર પ્રભાવ પડે છે, તેથી સંયમ અને સંવેદનશીલતા જરૂરી.વાચકોનો વિશ્વાસ જાળવવો – વિશ્વસનીયતા જ પત્રકારની સૌથી મોટી ઓળખ છે.સકારાત્મક દિશા આપવી – ખામીઓ દર્શાવવી સાથે સાથે ઉકેલ અને પ્રેરણાદાયી ઘટનાઓને પણ સ્થાન આપવું. પવિત્ર પત્રકારિતા શું છે?પવિત્ર પત્રકારિતા એ માત્ર સમાચાર આપવાની પ્રક્રિયા નથી, પરંતુ તે એક સંકલ્પ છે –
સમાજ ચિંતન, પ્રજા ચિંતન અને ફરજ ચિંતનનો સંદેશ આપવાનો.
જ્યારે પત્રકાર પોતાના કલમને સ્વાર્થથી દૂર રાખી સત્ય અને ન્યાય માટે વાપરે છે, ત્યારે તેની ઓળખ “પોઝિટિવ પત્રકાર” તરીકે ઉભી થાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *