વાંકાનેરમાં ખુશીની લહેર: રસિકભાઈ પી. વોરા મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ બનતા ભવ્ય સ્વાગત
Views 94

વાંકાનેર તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ પી. વોરાની નિમણૂક થતા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનો અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવી તેમનું ઉષ્માભર્યું સન્માન કર્યું અને મોં મીઠું કરાવી ખુશી વહેંચી હતી.રસિકભાઈ વોરાની આ નિમણૂકને સંગઠન પ્રત્યેની તેમની નિષ્ઠા, કાર્યક્ષમતા અને લાંબા સમયથી કરેલા સેવાકાર્યોની કદર તરીકે જોવામાં આવી રહી છે. અનુસૂચિત સમાજ સહિત સમગ્ર સમાજના લોકો તેમજ ભારતીય જનતા પાર્ટી ના સક્રિય કાર્યકરો, હોદ્દેદારો અને સમર્થકો દ્વારા શુભેચ્છા અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.આ પ્રસંગે આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ભાજપનો આભાર વ્યક્ત કરી જણાવાયું હતું કે પાર્ટીએ સમર્પિત કાર્યકરને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ દર્શાવ્યો છે. રસિકભાઈ વોરાએ પણ આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેઓ સંગઠન અને સમાજના હિત માટે વધુ ઊર્જા સાથે કાર્ય કરશે.
વાંકાનેર તાલુકામાં આ નિમણૂકને લઈને રાજકીય માહોલમાં સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી છે અને કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!