પંચાસીયા–રાતીદેવળી 8.30 કિ.મી. માર્ગના રીસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત
Views: 76
0 0
Read Time:2 Minute, 2 Second

“”રૂ. 4.17 કરોડના ખર્ચે માર્ગનું નવીનીકરણ હાથ ધરાશે””

વાંકાનેર: પંચાસીયા ગામથી રાતીદેવળી ગામ સુધીના આશરે 8.30 કિલોમીટર લાંબા ડામર રોડના રીસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત પંચાસીયા ગામ ખાતે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ માર્ગના રીસરફેસિંગ માટે અંદાજે રૂ. 4,17,22,360નો ખર્ચ થનાર હોવાનું જણાવાયું છે. માર્ગનું કામ પૂર્ણ થયા બાદ પંચાસીયા સહિત આસપાસના ગામોના ગ્રામજનો, ખેડૂતો તથા વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ખાતમુહૂર્ત પ્રસંગે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, પંચાસીયા ગામના સરપંચ દીનેશભાઈ ચારોલા, નગરપાલિકા કાઉન્સિલરો કાંતિભાઈ કુંઢીયા, પદ્યુમનભાઈ પઢીયાર, બ્રિજરાજસિંહ ઝાલા, જીજ્ઞેશભાઈ નાગ્રેચા, મનુભાઈ સારેસા, દીનેશભાઈ સોલંકી, વાંકાનેર APMC ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી ડાયાભાઈ સરૈયા સહિત દીપકભાઈ દવે, વીરાજભાઈ મહેતા, નિસર્ગભાઈ યાજ્ઞિક તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયથી માર્ગની સ્થિતિને ધ્યાનમાં રાખીને રીસરફેસિંગનું કામ હાથ ધરાતા સ્થાનિકોમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી. હવે કામ ગુણવત્તાયુક્ત રીતે અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે તરફ ગ્રામજનોની નજર રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *