ઉદયભાઈ લાલના જન્મદિને શુભેચ્છાઓની વર્ષા
Views: 179
1 0
Read Time:2 Minute, 22 Second

નવલખી : શ્રીજી શિપિંગ, નવલખીના ઈન્ચાર્જ ઉદયભાઈ લાલનો આજે જન્મદિવસ હોવાથી સગા-સંબંધીઓ, મિત્રો, શુભેચ્છકો તથા સાથી કર્મચારી ઓ તરફથી હાર્દિક શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે.
મિત્રભાવ, સરળતા, સહજ સ્વભાવ અને સૌ સાથે માનવતાભર્યા આત્મીય વ્યવહારને કારણે ઉદયભાઈ લાલે નવલખી સહિત સર્વસમાજમાં આગવી અને લાગણીસભર ઓળખ ઊભી કરી છે. તેમના માટે સંબંધો માત્ર ઔપચારિકતા નથી, પરંતુ વિશ્વાસ, લાગણી અને માનવતાથી જોડાયેલા સંબંધો છે.નવલખી સ્ટાફ સાથે તેઓ પરિવાર જેવી લાગણી અને મિત્રતાભર્યો વ્યવહાર રાખે છે. જેના કારણે સાથી કર્મચારીઓ માત્ર સ્ટાફ પૂરતા સીમિત ન રહેતા પરિવારના સભ્ય સમાન બની ગયા છે. સરળતા અને હળવા હાસ્ય સાથે સૌને સાથે રાખવાની તેમની આગવી રીતના કારણે તેમના બહોળા મિત્રવર્તુળમાં વિવિધ સમાજના લોકો જોડાયેલા છે.જન્મદિવસના અવસરે રૂબરૂ તેમજ ફોન અને સોશિયલ મીડિયા મારફતે શુભેચ્છાઓનો ધોધ જોવા મળી રહ્યો છે. મિત્રો અને શુભેચ્છકો દ્વારા ઉદયભાઈ લાલના સુખદ અને સફળ જીવન માટે દિલથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
આ પ્રસંગે મુસ્લિમ સમાજના અગ્રણી તથા પત્રકાર ઈકબાલ ભાઈ સાઈચા દ્વારા પણ ઉદયભાઈ લાલને હૃદયપૂર્વક જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે ઉદયભાઈ લાલના સારું સ્વાસ્થ્ય, સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સતત પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સંબંધોની સુગંધ, મિત્રતાની ઉષ્મા અને માનવતાની મહેકથી ભરપૂર ઉદયભાઈ લાલનું જીવન હંમેશાં ખુશીઓથી મહેકતું રહે, દરેક નવું વર્ષ નવી આશા, નવી સિદ્ધિ અને નવી ખુશીઓ લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ.
શુભેચ્છકો : જનકભાઈ ડી. ગઢવી કુલદીપભાઈ જી. ગઢવી
ઈકબાલભાઈ સાઈચા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *