શિવાલય શેલ્ટર હોમમાં રક્ષાબંધન : રાખડીના તાંતણે બંધાઈ માનવતાની હૂંફ
Views: 43
0 0
Read Time:1 Minute, 23 Second


વાંકાનેર: રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ લાગણી, સંવેદના અને માનવતાના બંધનને મજબૂત બનાવતો પર્વ પણ છે. આ ભાવનાને સાર્થક કરતાં શિવાલય શેલ્ટર હોમ ખાતે અનાથ, નિરાધાર તથા શારીરિક ક્ષતિગ્રસ્ત ભાઈ-બહેનો સાથે ભાવસભર રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ રાજદીપ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ભાઈ-બહેનોએ એકબીજાને રાખડી બાંધી તહેવારની ખુશીઓ વહેંચી હતી. મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આશ્રમની બહેનોને સાડી ભેટમાં આપવામાં આવી હતી. સાડીની ભેટ મળતાં બહેનોના ચહેરા પર ખુશી અને આંખોમાં લાગણીના આંસુ જોવા મળ્યા હતા.
આ કાર્યક્રમનું વિશેષ મહત્વ એ રહ્યું કે, પરિવારથી દૂર જીવન વિતાવતા આશ્રમના રહેવાસીઓને રક્ષાબંધનના પર્વે પરિવાર જેવી હૂંફ અને આત્મીયતાનો અનુભવ થયો. રાખડીના નાનકડા તાંતણે સંબંધોની નહીં, પરંતુ માનવતાની મોટી લાગણીને જોડવાનું કામ કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *