ગુરુ પૂર્ણિમાએ બુટવડા શાળામાં સંસ્કાર, શ્રદ્ધા અને ગુરુવંદનાનો ભવ્ય મહોત્સવ
Views: 209
0 0
Read Time:3 Minute, 18 Second

રિપોર્ટ સંજયભાઈ નંદેસરીયા, હળવદ: વિદ્યાર્થીઓએ ગુરુ મહિમાનું કર્યું ગાન, શિક્ષકોએ જીવન મૂલ્યોનું આપ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન શ્રી બુટવડા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કરતો ગુરુ પૂર્ણિમા મહોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. શાળા પરિવાર અને ભારત વિકાસ પરિષદના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગુરુ પ્રત્યેનો આદર અને સંસ્કારનું સુંદર પ્રદર્શન કર્યું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થિનીઓ દ્વારા મહેમાનોનું તિલક, પુષ્પહાર અને પરંપરાગત રીતે ઉષ્માભર્યું સ્વાગત કરીને કરવામાં આવી હતી. સફેદ ચણિયા-ચોળી અને પીળા દુપટ્ટામાં સજ્જ વિદ્યાર્થિનીઓએ સૌનું મન મોહી લીધું હતું.આ પ્રસંગે શાળાના શિક્ષક ચૈતન્ય ભાઈ પાઠકે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે,

“ગુરુ જ માનવ જીવનને અજ્ઞાનના અંધકારમાં થી જ્ઞાનના પ્રકાશ તરફ દોરી જાય છે. શિક્ષક માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ સંસ્કાર અને ચારિત્ર્યનું ઘડતર પણ કરે છે.” તેમના પ્રેરણાદાયી સંબોધન થી વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે વધુ આદર અને જીવનમાં સારા મૂલ્યો અપનાવવાની પ્રેરણા જાગી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ગુરુ મહિમા પર આધારિત ગીતો, કાવ્યો અને સાંસ્કૃતિક રજૂઆતો કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. દરેક રજૂઆતમાં ભારતીય સંસ્કૃતિ અને ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

આ પવિત્ર અવસરે મધ્યાહન ભોજનના સંચાલક કિરીટભાઈ રામાનુજ દ્વારા પ્રાથમિક, માધ્યમિક તેમજ આંગણવાડીના તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેમ અને સેવાભાવથી વિશેષ ભોજન તૈયાર કરી પીરસવામાં આવ્યું હતું. તેમની નિઃસ્વાર્થ સેવાભાવનાની ઉપસ્થિત સૌએ હાર્દિક પ્રશંસા કરી હતી.સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળામાં ધાર્મિક ભાવના સાથે સંસ્કાર, શિસ્ત અને ગુરુ પ્રત્યેના આદરનું અનોખું વાતાવરણ સર્જાયું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉત્સાહભરી ભાગીદારીથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ યાદગાર બની રહ્યો હતો અને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવાનો શાળાનો પ્રયાસ સફળ રહ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *