ગુરુપૂર્ણિમા પર્વે વાંકાનેરમાં ગુરુવંદના: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મહંતોનું સન્માન કરી લીધા આશીર્વાદ
Views: 32
0 0
Read Time:2 Minute, 10 Second

વાંકાનેર: ગુરુપૂર્ણિમાના પાવન અને મંગલમય અવસરે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ ખાતે આવેલ આપઝાલાની જગ્યાએ તથા જડેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગુરુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના આગેવાનોએ મહંતોનું શાલ ઓઢાડી અને ફૂલહારથી સન્માન કરી આશીર્વાદ મેળવ્યા.કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આપઝાલાની જગ્યાના મહંત બંસિદાસબાપુને શાલ ઓઢાડી તથા ફૂલહાર પહેરાવી સન્માન કર્યું. ત્યારબાદ જડેશ્વર મહાદેવના દર્શન કરી જગ્યાના મહંતશ્રી રતિલાલજી ત્રિવેદીનું પણ શાલ અને ફૂલહારથી સન્માન કરી ગુરુવંદના અર્પણ કરી હતી.

આ ધાર્મિક અને આધ્યાત્મિક પ્રસંગે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ ચેતનગીરી ગોસ્વામી, કોર્પોરેટર જીગ્નેશભાઈ નાગરેચા, બ્રિજરાજસિંહ ઝાલા, માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી, ભાજપા અગ્રણી કિશોરસિંહ ઝાલા, ડાયાભાઈ સરૈયા, પ્રતાપભાઈ બારોટ તેમજ પત્રકાર મુકેશભાઈ પંડ્યા સહિત આગેવાનો અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુરુ-શિષ્ય પરંપરાનું ગૌરવ જળવાઈ રહે તેમજ સમાજમાં સંસ્કાર, શ્રદ્ધા અને આધ્યાત્મિક મૂલ્યો વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *