મોરબી તાલુકા પોલીસે મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ, મુદ્દામાલ કબજે
Views: 388
0 0
Read Time:1 Minute, 53 Second

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા ચોરીમાં ગયેલા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તેમજ રોકડ સહિત કુલ અંદાજે રૂ. ૨.૩૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસની યાદીમાં જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓના ઝડપી ભેદ ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તેના અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ટેક્નિકલ વિશ્લેષણ અને બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોરબી તાલુકાના નરી ગામથી વાંકાનેર તરફ જતા માર્ગ પરથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પૂછપરછ બાદ ગુનાનો ભેદ ઉકેલ્યાનો દાવો કર્યો છે.

પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.આ કેસમાં આગળની તપાસ ચાલુ છે અને અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *