સરતાનપરના બાળગાયક મિહિર ચૌહાણના પ્રાકૃતિક કૃષિ ગીતે સૌના દિલ જીતી લીધા
Views: 40
0 0
Read Time:2 Minute, 14 Second


“‘રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ઝેરમુક્ત ખેતીનો પ્રેરણાદાયી સંદેશ, ગ્રામસભામાં ગુંજ્યો તાળીઓનો ગડગડાટ”‘

ભાવનગર: ભાવનગર જિલ્લાના સરતાનપર ગામ ખાતે યોજાયેલી રાત્રિ ગ્રામસભામાં એક અનોખી અને પ્રેરણાદાયી ક્ષણ સર્જાઈ હતી. ગામના નાનકડા બાળગાયક મિહિર ચૌહાણે પ્રાકૃતિક કૃષિના મહત્ત્વને ઉજાગર કરતું ભાવસભર ગીત રજૂ કરી સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને ભાવવિભોર કરી દીધા હતા. “મારા વારસામાં આવી તી લીલી વાડી…મારી ખેતીને મારે ઝેર નથી આપવું…” જેવા હૃદયસ્પર્શી શબ્દો દ્વારા મિહિરે ઝેરમુક્ત ખેતી, ફળદ્રુપ ધરતી, શુદ્ધ પાણી, સમૃદ્ધ પર્યાવરણ અને સ્વસ્થ સમાજનો સશક્ત સંદેશ આપ્યો હતો. તેમની નિર્દોષ અભિવ્યક્તિ અને આત્મીય રજૂઆતથી સમગ્ર ગ્રામસભામાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત આચાર્ય દેવવ્રત સહિત તમામ મહાનુભાવોએ બાળગાયકની પ્રતિભા અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેની જાગૃતિને ખુલ્લા હૃદયે બિરદાવી હતી. રાજ્યપાલશ્રીએ પણ બાળકોમાં પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણ જાળવણીના સંસ્કારો વિકસે તે સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત હોવાનું જણાવ્યું.


આ પ્રસંગે સ્પષ્ટ સંદેશ મળ્યો કે પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ આવનારી પેઢીને સ્વસ્થ જીવન, સુરક્ષિત પર્યાવરણ અને હરિયાળું ભવિષ્ય આપવાનો સંકલ્પ છે. સરતાનપરના બાળગાયક મિહિર ચૌહાણની આ રજૂઆત ગ્રામ્ય પ્રતિભા, કૃષિ જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *