મોહરમ પર્વે ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર જામનગર સિટી ‘એ’ ડિવિઝનના પીઆઈ ડોડીયાનું ભાજપ લઘુમતી મોરચા દ્વારા સન્માન
Views: 120
0 0
Read Time:3 Minute, 27 Second

‘”‘પોલીસ પ્રજાના સાચા રક્ષક’નો સંદેશ આપતી પહેલ, તહેવારોમાં 24×7 સતર્ક સેવાઓને બિરદાવતી સમાજની લાગણી વ્યક્ત”‘

જામનગર, ગતતા. 1 જુલાઈ, 2026: ભારતીય જનતા પાર્ટી – જામનગર શહેર લઘુમતી મોરચા દ્વારા પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે જામનગર સિટી “એ” ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડોડીયાનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. મોહરમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે તેમણે કરેલી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.આ પ્રસંગે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઉમરભાઈ બ્લોચ, મહામંત્રી હારુનભાઈ આંબલીયા, મહામંત્રી જુનેદભાઈ જુણેજા, ઉપપ્રમુખ અકબર બાપુ દીવાન, આઈ.ટી. તથા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ શાહરુખ ખાન પઠાણ, અફઝલભાઈ મુરીમાં તથા નૌશાદભાઈ મુરીમાં સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આગેવાનોએ જણાવ્યું હતું કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવતી સંસ્થા નથી, પરંતુ પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત અવિરત ફરજ બજાવતા સાચા રક્ષક તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહી છે. ઈદ, દિવાળી, નવરાત્રિ, મોહરમ સહિત દરેક મોટા તહેવાર દરમિયાન પોલીસ તંત્ર 24×7 સતત એલર્ટ રહી લોકો નિર્ભયતાથી ઉજવણી કરી શકે તે માટે સમર્પિત ભાવથી કામગીરી કરે છે.જામનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને સૂચનાથી હાથ ધરાતી પ્રજાલક્ષી કામગીરીને બિરદાવતા લઘુમતી મોરચાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે આવા સન્માન કાર્યક્રમો પ્રેરણાદાયી સાબિત થાય છે. સમાજના વિવિધ વર્ગો, સામાજિક આગેવાનો અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા પણ પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.આવો સન્માન સમારોહ માત્ર એક અધિકારીનું સન્માન નથી, પરંતુ ફરજનિષ્ઠ પોલીસ દળ પ્રત્યે સમાજની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રયાસ છે. તહેવારો દરમિયાન શાંતિ, સુરક્ષા અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવામાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહે છે. સમાજ અને પોલીસ વચ્ચેનો પરસ્પર વિશ્વાસ, સહકાર અને સન્માન કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે તેમજ સર્વધર્મ સમભાવ, સામાજિક એકતા અને શાંતિનો સકારાત્મક સંદેશ સમગ્ર સમાજમાં પહોંચાડે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *