મોરબીના સિરામિક ઉદ્યોગને રાહત અપાવવા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત
Views: 16
0 0
Read Time:2 Minute, 7 Second

મોરબી: મોરબીના સિરામિક ઉદ્યોગને વૈશ્વિક મંદી અને વધતા ઉત્પાદન ખર્ચ વચ્ચે નવી રાહત મળે તે માટે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી નેચરલ ગેસના ભાવમાં મહત્તમ રાહત આપવા રજૂઆત કરી છે. મંત્રી કાંતિલાલ અમૃતિયા એ પોતાના પત્રમાં જણાવ્યું છે કે તાજેતરમાં વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ ને કારણે ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ ઘટતા મોરબીનો સિરામિક ઉદ્યોગ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. હવે યુદ્ધ સમાપ્ત થતાં પુનઃનિર્માણના કાર્યો શરૂ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી ગતિ પકડે તે માટે નેચરલ ગેસના ભાવમાં વધુમાં વધુ રાહત આપવી જરૂરી છે. તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે ગેસના ભાવમાં ઘટાડો કરવાથી સિરામિક ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતા વધશે, નિકાસને પ્રોત્સાહન મળશે અને હજારો શ્રમિકોના રોજગારને પણ સ્થિરતા મળશે. સાથે જ મોરબીની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે.ઉલ્લેખનીય છે

કે મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશના સૌથી મોટા સિરામિક ક્લસ્ટરોમાંનો એક છે અને લાખો લોકોની રોજીરોટી આ ઉદ્યોગ સાથે સીધી તથા પરોક્ષ રીતે જોડાયેલી છે. આવી સ્થિતિમાં રાજ્યમંત્રીની આ રજૂઆતને ઉદ્યોગજગતમાં હકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે અને સરકાર તરફથી અનુકૂળ નિર્ણયની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *