વ્યાજખોરીના ગુનામાં જપ્ત કરાયેલ રૂ. 10.49 લાખનો મુદ્દામાલ વાંકાનેર પોલીસે મૂળ માલિકોને પરત સોંપ્યો
Views: 31
0 0
Read Time:2 Minute, 29 Second

વાંકાનેર: મોરબી જિલ્લામાં વ્યાજખોરી સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે વાંકાનેર તાલુકા પોલીસે વ્યાજના ચક્રમાં ફસાયેલા ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી આરોપીઓ દ્વારા પડાવી લેવાયેલ કુલ રૂ. 10.49 લાખનો મુદ્દામાલ પરત સોંપીને નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ગત 31 મે, 2026ના રોજ રાતાવીરડા ગામના પ્રવિણભાઈ હરખાભાઈ ઉકેડીયાએ વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અન્ય બે સાક્ષીઓના નિવેદનોના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ફરિયાદી તથા સાક્ષીઓ પાસેથી વ્યાજ પેટે પડાવી લેવામાં આવેલી એક સ્પ્લેન્ડર મોટરસાયકલ, એક સ્વિફ્ટ કાર તેમજ અંદાજે 89.93 ગ્રામ વજનના સોનાના દાગીના મળી કુલ રૂ. 10,49,440નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
બાદમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી

નાયબ પોલીસ અધિક્ષક એસ. એચ. સારડાના હસ્તે સમગ્ર મુદ્દામાલ ફરિયાદી અને સંબંધિત સાક્ષીઓને પરત સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી પોલીસ મહાનીરીક્ષક ચિરાગ કોરડિયા અને મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. વી. પટેલ, પીએસઆઈ ડી. વી. ખાંભલા, એએસઆઈ ગીરીશભાઈ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ ધર્મરાજભાઈ ગઢવી સહિત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસનું કહેવું છે કે વ્યાજખોરી સામે કડક કાર્યવાહી સાથે પીડિતોને તેમનો મુદ્દામાલ પરત અપાવી પોલીસ પ્રજાના વિશ્વાસને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *