વાંકાનેરમાં પણ હેવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં અસંતોષ
Views: 112
0 0
Read Time:2 Minute, 25 Second

‘”જેતપર જેવી સ્થિતિ ન સર્જાય, સરકાર સમયસર નિર્ણય લે”‘

વાંકાનેર: મોરબી જિલ્લામાંથી પસાર થનારી નવ નવી હેવી વીજ લાઇનોના પ્રોજેક્ટને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વાંકાનેર ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા પ્રોજેક્ટની પ્રાથમિક વિગતો રજૂ કરવામાં આવી હતી અને ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.
જોકે બેઠક બાદ અનેક ખેડૂતોમાં એવો મત જોવા મળ્યો કે માત્ર માહિતી આપવાથી ખેડૂતોની ચિંતાઓ દૂર થવાની નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની ખેતીની જમીન, ભવિષ્યની ખેતી અને મિલકતના મૂલ્ય પર અસર જેવા મુદ્દાઓ અંગે હજુ સ્પષ્ટતા અને ન્યાયસંગત ઉકેલ જરૂરી છે.
ખેડૂતોમાં એવી પણ ચર્ચા જોવા મળી કે જો સરકાર માત્ર બેઠકો કરીને ખેડૂતોને આશ્વાસન આપશે અને તેમની વાજબી માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લે તો તેને “લોલીપોપ” સમાન ગણવામાં આવશે. કેટલાક ખેડૂતોનું માનવું છે કે જેતપર વિસ્તારમાં જે પ્રકારનો વિરોધ જોવા મળ્યો હતો, તેવી જ સ્થિતિ વાંકાનેર સહિત અન્ય વિસ્તારોમાં પણ સર્જાઈ શકે છે.


ખેડૂતોએ સરકારને અપીલ કરી છે કે વીજ લાઇનના રૂટ અંગે પુનર્વિચાર, ખેડૂતોને ઓછું નુકસાન થાય તેવા વિકલ્પો અને યોગ્ય વળતર જેવા મુદ્દાઓ પર સમયસર નિર્ણય લેવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે જો તેમની ચિંતાઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ મુદ્દો આગામી સમયમાં વધુ ઉગ્ર બની શકે છે અને તેની રાજકીય અસર પણ આગામી ચૂંટણીઓમાં જોવા મળી શકે છે.વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લામાં હવે ખેડૂતોની નજર સરકાર અને વહીવટી તંત્રના આગામી નિર્ણય પર ટકેલી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *