નબીની શાનમાં ગુસ્તાખીના આક્ષેપ મામલે કાર્યવાહી કરવાની માંગ સાથે AIMIM દ્વારા આવેદનપત્ર
Views: 393
0 0
Read Time:2 Minute, 27 Second

જામનગર: ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન (AIMIM)ના સિક્કા જિલ્લા પ્રમુખ હુસેન એ. નોંધાણી દ્વારા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી નબી મુહમ્મદ ﷺની શાનમાં કથિત ગુસ્તાખી કરનાર વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરના સમયમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે તેવી કથિત ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યું છે. આવી પ્રવૃત્તિઓના કારણે સામાજિક સૌહાર્દ અને શાંતિને અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


અરજદારે વહીવટી તંત્રને વિનંતી કરી છે કે મામલાની તટસ્થ તપાસ કરીને જો કોઈ કાયદાનો ભંગ થયો હોય તો સંબંધિત વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) સહિતની લાગુ પડતી કાનૂની જોગવાઈઓ હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ આવેદનપત્ર હુસેન એ. નોંધાણી (પ્રમુખ, AIMIM – સિક્કા, જિલ્લા જામનગર) દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધીને રજૂ કરવામાં આવ્યો છે. તેમાં ધાર્મિક લાગણીઓનું સન્માન જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તંત્રને જરૂરી પગલાં ભરવાની અપીલ કરવામાં આવી છે. જે તંત્ર સમક્ષ આવેદનપત્ર રજૂ કરતા જામનગર સિક્કા શહેર પ્રમુખ હુસૈન ભાઈ નોંધાણી અખ્તર હાજી કોર્પોરેટર સિક્કા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નવાબ સુમરા તોસિફ ભાઈ સુમરા સિક્કા શહેર ઉપ પ્રમુખ હસન અલી ગોરી મજલિસ ખાદીમ
હાજી ભાઈ મેમણ અલ્તાફ જુસબ સુભનિયા નવાઝ ગફાર પાલાણી
અફઝલ સલીમ મેપાણી જામનગર તથા સિક્કા ના લોકો સાથે રહ્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *