ફરજના ભાગે ફરતી હળવદ પોલીસ: ચરાડવા સીમમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપી કડક કાર્યવાહી
Views: 244
0 0
Read Time:1 Minute, 48 Second

આરીફદિવાન મોરબી હળવદ: મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સ્પષ્ટ સૂચનાઓ મુજબ પ્રોહિબિશન સામે ઝુંબેશ વધુ તેજ બનાવતા હળવદ પોલીસે ફરજના ભાગે સરાહનીય કામગીરી કરી છે. ચરાડવા ગામની સીમમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાઈ જતા દારૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.વી. કાનાણીના માર્ગદર્શન હેઠળ મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફે ચરાડવા ગામની સીમમાં દેવળીયા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતી સફેદ રંગની ઇનોવા કાર (રજી. નં. GJ-12-BE-1111)ને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

જપ્ત મુદ્દામાલ:-વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૧૮૮ બોટલ (કિંમત રૂ. ૩,૯૮,૪૦૦/-)
ઇનોવા કાર (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-)કુલ મુદ્દામાલ: રૂ. ૮,૯૮,૪૦૦/-કાયદેસર કાર્યવાહી:
પોલીસે ઇનોવા કારના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કામગીરીમાં હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સક્રિય રીતે જોડાયો હતો.ફરજપ્રતિ નિષ્ઠા અને કાયદાની અમલવારી માટે હળવદ પોલીસની આ કામગીરી જનસામાન્યમાં પ્રશંસા પામી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *